૪૪ વર્ષીય નાદિર પટેલની નિમણૂંકની જાહેરાત કેનેડાના વિદેશ પ્રધાન જોન બેયર્ડ અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર પ્રધાન એડ ફાસ્ટે કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પટેલ પાસે વ્યાપક અનુભવ છે. તેઓ દ્વીપક્ષીય વેપાર તેમ જ આંતરરાષ્ટ્રીય સુરક્ષા અંગે ભારત અને કેનેડાના સંબંધો વધારે મજબૂત બનાવી શકશે. નાદિર પટેલ ૨૦૦૯થી ૨૦૧૧ સુધી શાંઘાઈમાં કેનેડાના મહાવાણિજ્ય દૂત રહી ચૂક્યા છે. તેઓ સ્વિવર્ટ બેન્કની જગ્યા લેશે. તેઓ વોટરલૂ (ઓન્ટારિયો)માં વિલફ્રિડ લોરિયર યુનિવર્સિટીના સ્નાતક છે. તેમણે ન્યૂ યોર્ક યુનિવર્સિટી અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી એમબીએ કરેલું છે.