અમેરિકાના નેબ્રાસ્કામાં હવે દર વર્ષે 6 ડિસેમ્બરે મહાત્મા ગાંધી સ્મૃતિ દિનની ઉજવણી કરાશે. ગવર્નર જિમ પિલેને મહાત્મા ગાંધીની પ્રતિમાનું ઐતિહાસિક નેબ્રાસ્કા સ્ટેટ કેપિટલમાં આવેલી ગવર્નર ઓફિસમાં અનાવરણ કર્યું હતું. સિયેટલ ભારતીય કોન્સ્યુલેટ હેઠળ નવ રાજ્યો આવે છે અને પ્રથમવાર નેબ્રાસ્કામાં આ પ્રકારને ગાંધીજીની પ્રતિમા મૂકાઇ છે. ગવર્નરે ગાંધીજીના અહિંસા અને સામાજિક ન્યાયના સિદ્ધાંતોને યાદ કરી તેને અનુસરવા હાકલ કરી હતી.