ન્યૂ યોર્કઃ અમેરિકામાં યોજાયેલી નેશનલ જ્યોગ્રાફિક બી સ્પર્ધામાં ભારતીય મૂળના ન્યૂ જર્સીમાં રહેતા ૧૪ વર્ષીય વિદ્યાર્થી કરણ મેનને ટોચની ત્રણ પોઝિશન જીતી લીધી છે. આઠમા ધોરણ-૮માં અભ્યાસ કરતાં કરણે સમગ્ર અમેરિકામાંથી આવેલા અંતિમ ૧૦ સ્પર્ધકોમાંથી સ્પર્ધા જીતી હતી. વિજયી થયા બાદ કરણે તેના પિતા રાકેશ અને માતા મનિષા સાથે ઉજવણી કરી હતી. કરણને ઈનામરૂપે ચંદ્રક, પ્રમાણપત્ર ઉપરાંત ૮૫૦૦૦ ડોલરની કોલેજ સ્કોલરશિપ આપવામાં આવી છે. આ ઉપરાંત નેશનલ જ્યોગ્રાફિક સોસાયટીમાં આજીવન સભ્યપદ અને ગાલપાગોસ આઈલેન્ડ પર બે વ્યક્તિને મફત પ્રવાસ પણ ઈનામમાં મળ્યા છે.