ન્યુ ઓર્લિઅન્સનો હુમલાખોર આઈએસનો સ્યુસાઇડ બોમ્બર હતો

Friday 10th January 2025 06:06 EST
 
 

વોશિંગ્ટનઃ ન્યૂ ઓર્લિયન્સમાં નવા વર્ષના પ્રથમ દિવસે 15 વ્યક્તિનો ભોગ લેનાર આતંકી હુમલો એ વાતનો પુરાવો છે કે શમ્સુદ્દીન જબ્બાર  સ્યુસાઇડ બોમ્બર હતો, પણ કમનસીબે તેણે ટ્રકમાં રાખેલી ઇમ્પ્રોવાઇઝ્ડ એકસ્પ્લોઝિવ ડિવાઇસ (આઇઈડી) ફાટી નહીં, જો આ ડિવાઇસ ફાટી હોત તો સેંકડો લોકો મોતને ભેટયા હોત. આમ, અમેરિકામાં 9/11 જેવી બીજી ઘટના સર્જાતા રહી ગઈ હતી. તપાસકર્તાઓને તેની ગાડીમાંથી ઘણા બધા વિસ્ફોટકો મળ્યા હતા. તે વિસ્ફોટકો સાથે ત્રાટકવા માંગતો હતો, પણ તે તેના આયોજનને પાર પાડી શક્યો ન હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter