ન્યૂ જર્સીના હાઇ વે પર હોટેલના કર્મચારીઓથી ભરેલી એક વાન અને રોડસાઈડમાં પાર્ક કરેલા જાનવરોથી ભરેલા વેગન સાથે રવિ નાયકની કાર ધડાકાભેર અથડાતાં ૩૦મી નવેમ્બરે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બારથી ઇજાગ્રસ્તોને તાત્કાલિક જ હોસ્પિટલમાં ખસેડાયા હતા જેમાંથી રવિ નાયક સહિત બેથી વધુનાં મૃત્યુ થયાં હતાં. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, વેગન રિપેર કરવા માટે હાઇ વેની બાજુમાં ઊભું રખાયું હતું. દરમિયાન રવિ પોતાની કાર ચલાવીને આવતો હતો ત્યારે તેની કાર વેગન અને સામેથી આવતી વાન સાથે ધડાકાભેર અથડાઈ હતી અને રવિ પોતાની કારની બહાર ફેંકાઈ ગયો હતો જેના કારણે તેને ગંભીર ઇજા પહોંચી હતી.