ન્યૂ યોર્કઃ અશદીપ કૌર નામની કિશોરી ત્રણ મહિના પહેલાં જ ન્યૂ યોર્કના ક્વિન્સમાં પહોંચી હતી અને પિતા સુખવિન્દરસિંહ તથા સાવકી માતા અર્જુન પરદાસ સાથે એપાર્ટમેન્ટમાં રહેતી હતી. તેઓ એક અન્ય દંપતી સાથે જોઇન્ટમાં રહેતાં હતાં.
આશદીપનો મૃતદેહ એક બાથટબમાં મળી આવ્યો હતો અને તેનાં શરીર પર ઈજાનાં નિશાન હતાં. પોલીસે ૫૫ વર્ષની તેની સાવકી માતા પર આશદીપનું ગળું દબાવી હત્યાના ગુનામાં ધરપકડ કરી છે. ઘરમાં રહેતાં અન્ય લોકોએ પરદાસને આશદીપ સાથે બાથરૂમ તરફ જતાં જોઈ હતી, જે બાદમાં એકલી પરત આવી હતી. તેણે તે સમયે એવું કહ્યું હતું કે, આશદીપ બાથરૂમમાં નહાવા ગઈ છે જ્યારે આશદીપ ઘણી વાર થઈ છતાં પરત ન આવી ત્યારે સાથે રહેતા પરિવારે જઈને જોયું તો તેનો મૃતદેહ બાથરૂમના બાથટબમાં પડયો હતો જેમાં પાણી નહોતું.