ન્યૂ યોર્કઃ ફ્લોરલ પાર્ક નજીક આવેલા હિંદુ મંદિરનાં પૂજારી પર તાજેતરમાં અજાણ્યા હુમલાખોર દ્વારા હિચકારો હુમલો કરાયો હતો. ગ્લેન ઓકની શિવશક્તિ પીઠનાં પૂજારી સ્વામી હરિશ ચંદર પુરી મંદિરેથી ચાલતા જઈ રહ્યા હતા ત્યારે ૫૨ વર્ષીય એક વ્યક્તિએ પાછળથી તેમનાં પર હુમલો કર્યો હતો અને માર માર્યો હતો. સ્થાનિક સમય મુજબ ૧૮મીએ સવારે ૧૧ કલાકની આસપાસ આ ઘટના બની હતી.
ટ્રમ્પ દ્વારા ‘ગો બેક’ની ટ્વિટ કર્યાનાં બીજા જ દિવસે બનેલી આ ઘટનાનાં હિંદુ સમુદાય દ્વારા ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. તેમનાં ચહેરા પર અને શરીરનાં અન્ય અંગો પર ઉઝરડા પડયા હતા. હુમલાનાં સંદર્ભમાં પોલીસે ૫૨ વર્ષની વયનાં સર્ગિયો ગૌવેઈયાની ધરપકડ કરી હતી.