અમેરિકી પ્રમુખપદની ચૂંટણીના બીજા તબક્કામાં ૧૦મી ફેબ્રુઆરીએ રાત્રે ઊથલપાથલ નજરે પડી. ન્યૂ હેમ્પશાયરની પ્રાયમરી ચૂંટણીઓમાં પૂર્વ વિદેશ પ્રધાન અને ડેમોક્રેટ ઉમેદવાર હિલેરી ક્લિન્ટન રેસમાં પાછળ રહી ગયાં છે. તેમને માત્ર ૩૮.૪ ટકા મત મળ્યાં હતાં. પક્ષમાંના તેમના હરીફ વરમોન્ટ બર્ની સેન્ડર્સને ૬૦ ટકા મત પ્રાપ્ત થયા. બીજી તરફ રિપબ્લિકન પાર્ટીમાં ડોનાલ્ડ ટ્રમ્પને ૩૫.૧ ટકા મત મળ્યા. ઓહિયોના ગવર્નર જોન કસિસ ૧૫.૯ ટકા મત સાથે ડોનાલ્ડથી પાછળ રહ્યા.
રિપબ્લિકન પાર્ટીમાં ટેક્સાસના સેનેટર ટ્રેડ ક્રૂઝ, ફ્લોરિડાના પૂર્વ ગવર્નર જેબ બુશ અને ફ્લોરિડાના સેનેટર માર્કો રુબિયા ત્રીજા સ્થાનની સ્પર્ધામાં જોવા મળ્યા. આયોવા કોક્સમાં ટ્રમ્પને પછાડીને આગળ રહેનારા ક્રૂઝને ન્યૂ હેમ્પશાયરમાં માત્ર ૧૧.૬ ટકા મત મળ્યા છે.