ન્યૂ યોર્કઃ ફોક્સ ન્યૂઝની રચના કરનારા મીડિયા મેગ્નેટ 92 વર્ષના રુપર્ટ મર્ડોક પેરન્ટ કંપની ફોક્સ ન્યૂઝ અને ન્યૂઝ કોર્પ મીડિયા હોલ્ડિંગ્સના વડાપદેથી રાજીનામુ આપ્યું છે. ફોક્સે જણાવ્યું હતું કે મર્ડોક બંને કંપનીઓના ચેરમેન એમેરિટ્સ હશે. તેમના પુત્ર લેકલેન ન્યૂઝકોર્પના ચેરમેન હશે અને ફોક્સ કોર્પના સીઇઓ તરીકે ચાલુ રહેશે.
લેકલેન મર્ડોકે જણાવ્યું હતું કે અમને આનંદ છે કે તેઓ બંને કંપનીના ચેરમેન તરીકે જારી રહેશે અને જાણીએ છીએ કે તેઓ તેમનું અમૂલ્ય માર્ગદર્શન બંને કંપનીઓને આપતા રહેશે. ફોક્સ ન્યૂઝ ઉપરાંત મર્ડોકે ફોક્સ બ્રોડકાસ્ટ નેટવર્ક પણ શરૂ કર્યું હતું. આમ તેણે બિગ-થ્રી એબીસી, સીબીએસ અને એનબીસીને પડકાર ફેંક્યો હતો. તેઓ વોલ સ્ટ્રીટ જર્નલ અને ન્યૂ યોર્ક પોસ્ટના માલિક છે.