બાર્બરા બેગલી નામની ૫૫ વર્ષની મહિલાએ પોતાની બેદરકારીને કારણે થયેલા અકસ્માતમાં પતિનું મોત થતાં ખુદના સામે કોર્ટ કેસ કરવા અમેરિકાની ઉતાહ કોર્ટને અપીલ કરતા કોર્ટે તે અપીલને મંજુર કરી છે. બાર્બરાએ ૨૦૧૧માં નિષ્કાળજીપૂર્વક કાર હંકારતા કાર પરનો કાબુ ગુમાવ્યો હતો અને અકસ્માત થયો હતો. હવે બાર્બરા પતિના મૃત્યુને પગલે થયેલા નુકશાન, તેનો સારવાર ખર્ચ, અંતિમ વિધીનો ખર્ચ વગેરે મેળવવા આ કેસ કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં પણ મોટેભાગે આ રીતે જ કેસ કરવાની પરંપરા છે.