વોશિંગ્ટનઃ આતંકવાદને નાણાકીય સહાયનો વિરોધ કરવા રચાયેલી યુએસની સંસ્થાના કાર્યકારી સચિવ એડમ ઝુબિને તાજેતરમાં કહ્યું હતું કે, પાકિસ્તાન પોતાની સરકારમાં સક્રિય કેટલાક તત્ત્વો અને આઈએસઆઈ જેવી ગુપ્તચર એજન્સીઓ દ્વારા પાકિસ્તાનમાં સક્રિય તમામ આતંકી સંગઠનો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવા માગતો દેશ નથી. ઊલટાનું પાક. દ્વારા આતંકી સંગઠનોને આશ્રય અને સહાય આપવામાં આવે છે.
એડમ ઝુબિને પાક.ને ચેતવણી આપતાં ૨૩મી ઓક્ટોબરે કહ્યું કે, પાક.માં સક્રિય અમારા સહયોગીઓને અમે પાક.માં રહેલા આતંકી નેટવર્ક સામે કડક કાર્યવાહી કરવાનો આગ્રહ કરીએ છીએ. જો જરૂર પડશે તો યુએસ પાક.નાં ત્રાસવાદી નેટવર્કનો સફાયો કરતાં ખચકાશે નહીં. અમે પાકિસ્તાનમાં ઘૂસીને એકલા હાથે ત્રાસવાદીઓને ખતમ કરી નાંખીશું.
આઈએસઆઈ દ્વારા ત્રાસવાદીઓનાં નેટવર્ક સામે પાક. દ્વારા કોઈ પગલાં નહીં લેવાતાં અમેરિકાએ તેને ફટકાર લગાવી છે.