ન્યૂ યોર્કઃ વિશ્વવિખ્યાત ચિત્રકાર પાબ્લો પિકાસોનાં બહુરંગી ચિત્રોની ક્રિસ્ટી દ્વારા યોજાયેલી હરરાજીમાં નવો વિક્રમ સર્જાયો હતો. આ હરરાજીમાં ન્યૂ યોર્કનાં એક ખરીદારે ૧૭.૯૩ કરોડ ડોલરમાં કેટલાક ચિત્રો ખરીદ્યા હતા. ‘વિમેન્સ ઓફ અલ્જિઅર્સ (વર્જન ૦)’ કે ‘લેસ ફેમ્સ દ-અલ્જર’ નામનું ચિત્ર પણ આ હરારાજીમાં વેચાયું હતું. ક્રિસ્ટીએ યોજેલી હરરાજીમાં ૩૪ ચિત્રોનાં કુલ ૭૦.૬૦ કરોડ ડોલર ઉપજ્યા હતા.
પિકાસોનાં ચિત્રોનાં કુલ ૧૭, ૯૩, ૬૫, ૦૦૦ ડોલર ઉપજ્યા હતા જ્યારે જિયાકોમેટ્ટીનાં શિલ્પનાં ૧૪,૧૨,૮૫,૦૦૦ ડોલર ઉપજ્યા હતા. આ બન્ને ચિત્રકારોની કલાકૃતિઓ ખરીદનાર અને વેચનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવી હતી.