પ્રચાર અને ધંધો એક સાથેઃ ટ્રમ્પે લાખ ડોલરની સ્માર્ટ વોચ લોન્ચ કરી

Friday 04th October 2024 15:46 EDT
 
 

વોશિંગ્ટનઃ ટ્રમ્પે તેમના પ્રમુખપદના ત્રીજા પ્રચાર અભિયાન દરમિયાન બાઇબલ, સ્નીકર, ફોટોબુક્સ અને ક્રિપ્ટો કરન્સી પછી હવે સ્માર્ટ વોચનો નવો બિઝનેસ લોન્ચ કર્યો છે. આ નવું ધંધાકીય સાહસ હીરાજડિત ઘડિયાળોનું છે. રિપબ્લિક પ્રમુખપદના ઉમેદવારે ઓફિશિયલ ટ્રમ્પ વોચ કલેક્શનનું અનાવરણ કર્યું હતું. આ ઘડિયાળ અત્યંત મોંઘી છે અને એક ઘડિયાળની કિંમત એક લાખ ડોલરની છે.
તેને 18 કેરેટના સોના જડિત છે. તેના ડાયલમાં 122 હીરા છે. તે 18 કેરેટની ગોલ્ડ સ્ટાઇલમાં ઉપલબ્ધ છે. આવી એક ઘડિયાળની કિંમત એક લાખ ડોલર છે. જ્યારે બીજું એક મોડેલ જેને ટ્રમ્પે ફાઈટ, ફાઈટ, ફાઈટ નામ આપ્યું છે, તે 499 ડોલરમાં વેચાશે. ડોલરમાં ટ્રમ્પે 2024માં વ્હાઈટ હાઉસ કેમ્પેઇન લોન્ચ કર્યુ ત્યારથી શ્રેણીબદ્ધ બ્રાન્ડેડ પ્રોડક્ટ લોન્ચ કરી છે. ટ્રમ્પ હંમેશા તેમના રાજકીય અને ધંધાકીય હિતોનું રક્ષણ કરવા માટે જાણીતા રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter