લંડનઃ બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા આઠમી જાન્યુઆરીએ ગોલ્ડન ગ્લોબ્સ ૨૦૧૭ એવોર્ડ્સ સમારંભમાં એક એવોર્ડ માટે પ્રેઝન્ટર બનશે. પ્રિયંકા ચોપરાએ આ અગાઉ વર્ષ ૨૦૧૬ના ઓસ્કાર અને એમી એવોર્ડ્સના પ્રેઝન્ટર તરીકેની કામગીરી પણ બજાવી છે. ગોલ્ડન ગ્લોબ્સે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કર્યું છે કે ૭૪મા ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડ્સ માટે પ્રેઝન્ટર તરીકે ટિમોથી ઓલીફેન્ટ, જસ્ટિન થેરોક્સ અને પ્રિયંકા ચોપરાના નામની જાહેરાત કરતા આનંદ થાય છે.