આ અધિકારીએ એક અશ્વેત સગીરની ગોળી મારી હત્યા કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ અશ્વેત યુવાનને ઠાર મારનારા શ્વેત પોલીસ અધિકારીને નિર્દોષ છોડી મુકવાના જજે આપેલા નિર્ણય બાદ ફર્ગ્યુશનમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. ૨૭ નવેમ્બરે સમગ્ર દિવસ દરમિયાન શાંતિ રહી હતી. જોકે ફર્ગ્યુશનની નજીકમાં આવેલા સેન્ટ લૂઈ શહેરમાં પ્રદર્શનકારીઓએ છૂટાછવાયા પ્રદર્શનો ચાલુ રાખ્યા હતાં અને સરકારની સામે ‘શેમ, શેમ’ સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. આશરે ૨૦૦ જેટલા પ્રદર્શનકારીઓએ સેન્ટ લૂઈ શહેરમાં રેલી કાઢી હતી. ઉપરાંત તેમણે અશ્વેતની હત્યા કરનાર પોલીસ અધિકારી ડેરન વિલ્સનના અદાલતી ખટલાનું નાટક પણ ભજવ્યું હતું.