ફાયરિંગની ઘટનામાં ભારતીય યુવાન સહિત ચારનાં મોત

Thursday 27th June 2024 11:43 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકાના આર્કાન્સાસમાં 22 જૂને બનેલી ફાયરિંગ ઘટનાનો ભોગ બનેલા ચાર નિર્દોષોમાં એક ભારતીય યુવાન છે. આ ઘટનામાં નવ લોકો ઘાયલ થયા છે. ગ્રોસરી શોપમાં થયેલા ગોળીબારની ઘટનાનો ભોગ બનેલો ભારતીય યુવક દાસારી ગોપીકૃષ્ણ આંધ્ર પ્રદેશના બાપટલા જિલ્લાનો વતની છે. 32 વર્ષનો દાસારી આઠ મહિના પહેલા અમેરિકા ગયો હતો અને આર્કાન્સાસના એક નાનકડા શહેર ફોર્ડિંસમાં મેડ બુચર ગ્રોસરી શોપમાં કામ કરી રહ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે હુમલાખોર સ્ટોરમાં ઘુસીને કાઉન્ટર પર ઉપસ્થિત વ્યક્તિ પર ફાયરિંગ કરી રહ્યો છે. દાસારી ગોપીકૃષ્ણના મોતના સમાચાર સાંભળતા તેના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. ગોપીકૃષ્ણના પરિવારમાં તેની પત્ની અને એક પુત્રનો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter