ન્યૂ યોર્કઃ ફોર્બ્સ મેગેઝિનની વાર્ષિક ૧૦૦ શ્રેષ્ઠ વેન્ચર કેપિટાલિસ્ટની યાદીમાં ટેક્નોલોજી ક્ષેત્રે રોકાણ કરીને સારામાં સારું વળતર મેળવનારા ભારતના કુલ ૧૧ કેપિટાલિસ્ટનો પણ સમાવેશ થાય છે.મિડાસ-૨૦૧૭ નામની આ યાદીમાં પાંચ વર્ષના પોર્ટફોલિયોની તપાસ કરીને ૧૦૦ ચુનંદા વેન્ચર કેપિટાલિસ્ટની યાદી તૈયાર કરાઈ છે. આ યાદીમાં પ્રથમ ક્રમે સિક્વોઇઆ કેપિટલના ભાગીદાર જિમ ગોટ્સ છે. જિમે વોટ્સએપ મેસેજિંગ એપ બનાવીને ૨૨ અબજ ડોલરમાં ફેસબુકને વેચ્યું છે. ફેસબુકમાં છ કરોડ ડોલરનું રોકાણ કરીને તેઓ ત્રણ વર્ષમાં ત્રણ અબજ ડોલર કમાયા છે. આ યાદીમાં બેટરી મેન્યુફેક્ચરમાં કાર્યરત કંપનીના વેન્ચર કેપિટાલિસ્ટ નીરજ અગ્રવાલ ૧૭મા ક્રમે છે. એ પછી ૨૩મા ક્રમે સમીર ગાંધી છે. તેઓએ એક્સેલ કંપનીમાં રોકાણ કર્યું છે.
એ પછી ૨૮મા ક્રમે ગ્રેલોક પાર્ટનર્સના આસીમ ચંદ્રા, ૩૩મા ક્રમે બેઇલ કેપિટલ વેન્ચરના એમડી સલિલ દેશપાંડે, વર્ક-ડેના સીઈઓ અને કો-ફાઉન્ડર અનિલ ભુસરી છે.