ફ્લોરિડાઃ યુએસમાં આવેલા ફ્લોરિડાના આંતરરાષ્ટ્રીય વિમાની મથકે સાતમીએ એક હુમલાખોરે ગોળીબાર કરતાં પાંચ લોકો માર્યા ગયા હતા અને ૮ને ઇજા થઈ હતી. બેગેજ વિસ્તારમાં ગોળીબાર થતાં વિમાનીસેવા તાત્કાલિક અટકાવી દેવાઈ હતી અને પોલીસે એરપોર્ટને ખાલી કરાવી દીધું હતું. ઇજાગ્રસ્તોને જોકે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તેઓ સારવાર હેઠળ છે. ઘટનાને નજરે જોનારે કહ્યું હતું કે આતંકીએ બાથરૂમમાંથી બહાર આવીને આડેધડ ગોળીબાર કરવાનું શરૂ કર્યું હતું. પોલીસે હુમલાખોરને કસ્ટડીમાં લઇ લીધો હતો. હુમલાખોર એસ્ટબેન સેન્ટિયાગો (૨૬) તરીકે ઓળખાયો હતો. આ અમેરિકી નાગરિક ન્યૂ જર્સી સાથે સંબધ ધરાવે છે. ગોળાબાર કરી શકાય તેવા હથિયાર તેના લગેજમાં જ હતા. તેની પાસેથી સૈન્યનું ઓળખપત્ર પણ મળ્યું છે. કહેવાય છે કે માનસિક બીમાર છે. તે વર્ષ ૨૦૦૭માં પ્યૂર્તી રિકો ખાતે નેશનલ ગાર્ડમાં જોડાયો હતો. નેશનલ ગાર્ડમાં ફરજ બજાવતી વખતે તે ઇરાકમાં પણ તૈનાત હતો. એલાસ્કા આર્મીના પ્રવક્તાએ જણાવ્યા મુજબ નેશનલ ગાર્ડ જોઇન કર્યા પહેલાં તે રિઝર્વ આર્મીમાં હતો.
૨૦૧૦માં ૧૦ મહિના માટે ઇરાકમાં હતો. ખરાબ પરફોર્મન્સને કારણે ૨૦૧૪માં તેને નેશનલ ગાર્ડમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. કેટલાક વર્તુળો એમ કહે છે કે ઓગસ્ટ મહિના સુધી તેણે એલાસ્કા નેશનલ ગાર્ડમાં કોમ્બાટ ઇજનેર તરીકે ફરજ બજાવી હતી.વાંરવાર લાંબી રજા પર રહેતાં તેને સેન્યમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો.