અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ભારતીય મૂળના અતુલ કેશપને શ્રીલંકા તથા માલદીવના નવા રાજદૂત તરીકે નિયુક્ત કર્યા છે. અતુલ ભારત સ્થિત અમેરિકી દૂતાવાસમાં પણ કામ કરી ચૂક્યા છે.
સુરેશ પટેલને મારનાર પોલીસને ૧૦ વર્ષની સજા થશેઃ ચરોતરના વતની સુરેશભાઈ પટેલને બર્બતાપૂર્વક મારનારા અમેરિકન પોલીસકર્મી એરિક પાર્કર વિરુદ્ધ કેસ ચલાવવાનો નિર્ણય લેવાયો છે. પાર્કર પર વધુ પડતા બળપ્રયોગનો આરોપ છે. પાર્કર જો દોષિત ઠરશે તો તેને ૧૦ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.