વોશિંગ્ટન: અમેરિકી પ્રમુખ બરાક ઓબામા ચાલુ મહિના અતમાં જાપાનની મુલાકાત દરમિયાન જ્યાં એટમબોમ્બ ફેંકાયો હતો તે હિરોશીમાની મુલાકાત લેનાર પ્રથમ અમેરિકી પ્રમુખ બનશે, એમ વ્હાઈટ હાઉસે ૧૧મી મેએ જણાવ્યું હતું. વિશ્વને નિઃશસ્ત્ર કરવાના તેમના પ્રયાસોને તેઓ ચાલુ રાખે છે એ વાત પર ભાર મૂકશે. અમેરિકાએ વર્ષ ૧૯૪૫માં હિરોશીમા પર બે એટમબોમ્બ ફેંક્યા હતા એમાં ૧૪૦૦૦૦ લોકો માર્યા ગયા હતા.
જેમની ઉપર બુશ વહીવટી તંત્ર દરમિયાન કરાયેલા ખોટાં કામ માટે પ્રમુખપદની હંમેશાં ટીકા થતી રહી હતી તેના માટે માફી માગવા માટે ઓબામા સાઉદી અરેબિયાની મુલાકાતે જાય છે એવા તેમની પર આક્ષેપો થાય છે. તેવા સમયે તેઓ હિરોશીમાની મુલાકાતે જઈ રહ્યા છે. તેઓ ૨૧થી ૨૮ મે દરમિયાન જાપાન અને વિએતનામની મુલાકાત લેશે.