ઓસ્ટિનઃ ટેક્સાસમાં લિઝા અલામિયા નામની મહિલાએ દાંતના દુખાવાથી છુટકારો મેળવવા માટે જડબાની સર્જરી કરાવી તો તેની ભાષા બદલાઈ ગઈ છે. લિઝાના ઉચ્ચારો અમેરિકાના હતા. પણ જડબાની સર્જરી બાદ તે બ્રિટીશ ભાષા બોલવા લાગી છે. લિઝા ક્યારેય બ્રિટીશ ઇંગ્લિશ શીખી નહોતી. જોકે તેના ચેકઅપમાં જાણવા મળ્યું છે કે તે ફોરેન એક્સેન્ટ સિન્ડ્રોમથી પીડિત છે. ફ્રેન્ચ ન્યુરોલોજિસ્ટ પિએર મેરીએ આ સિન્ડ્રોમ વિશે પહેલીવાર ૧૯૦૭માં કહ્યું હતું કે ત્યારથી અત્યાર સુધી માત્ર ૧૦૦ મામલા સામે આવ્યા છે.