વોશિંગ્ટનઃ અમેરિકાના વિદાય લઈ રહેલા પ્રમુખ જો બાઇડેને એક જ દિવસમાં સૌથી વધુ માફીનો રેકોર્ડ બનાવીને એક સાથે ક્રિમિનલ કેસોમાં દોષિત ઠરેલા 1,500 લોકોની સજા ઘટાડી દીધી છે જ્યારે અહિંસક ગુનાઓ માટે દોષિત 39 અમેરિકનોને માફ કરી દીધા છે. જેમની સજા ઘટાડાઈ તેમાં મોટા ભાગના કોરોના કાળ દરમિયાન લદાયેલા પ્રતિબંધોનો ભંગ કરનારા લોકો છે. બાઇડેને તેમના ચાર વર્ષના રાષ્ટ્રપતિપદના કાર્યકાળ દરમિયાન 1,700 જેટલાં લોકોની સજા ઘટાડી છે અથવા માફ કરી દીધી છે. બરાક ઓબામાએ બે ટર્મ દરમિયાન 1,927 લોકોની સજા ઘટાડી હતી એ જોતાં બાઇડેન ઓબામાને પણ ટપી ગયા છે કેમ કે તેમણે 4 વર્ષમાં જ ઓબામાની લગભગ બરાબરી કરી લીધી છે. બાઇડેન જતાં જતાં હજુ બીજાં લોકોને પણ માફી આપવાના છે એ જોતાં હવે પછીના રાઉન્ડમાં ઓબામાને પણ પાછળ છોડી દેશે.