હ્યુસ્ટનઃ ટેક્સાસમાં ૪૨ વર્ષીય ક્રિસ્ટી શીએટ્સે ૨૪મી જૂને હ્યુસ્ટન નજીક વેસ્ટથીમર લેક ખાતે તેની બે યુવાન પુત્રીઓ ટેઈલર (૨૨) અને મેડિસન (૧૭)ની ગોળી મારીને હત્યા કરી હતી. આ ઘટના અંગે ક્રિસ્ટીના પડોશીઓએ કહ્યું હતું કે, બંને મૃતક યુવતીઓના પિતાનો જન્મદિન હતો. એ સમયે આ પરિવારમાં ઝઘડો થયો હતો. જે એટલી હદે વધ્યો કે આખરે ગન દ્વારા હિંસા આચરવામાં આવી હતી.
અમેરિકામાં ગન કલ્ચર પ્રચલિત છે અને આવી ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. જેના કારણે દેશમાં લોકોએ ગન રાખવી જોઈએ કે નહીં તેના વિશે ચર્ચા શરૂ થઈ છે.
પુત્રીઓની હત્યારી મહિલાને ગન પસંદ હતી. તેણે પોલીસે પોતાની ગન છોડી દેવા આદેશ આપ્યો હતો. જેનું પાલન ન કરતા આખરે પોલીસે તેને ઠાર કરી હતી.
ઉલ્લેખનીય છે કે ૨૬મી જૂને ન્યૂ જર્સીમાં છ વર્ષનું બાળક માતા ઇતિયાનાહ સ્પ્રુઇલની ગનથી રમતું હતું અને ભૂલમાં ગોળી છૂટતાં ચાર વર્ષનો ભાઈ મૃત્યુ પામ્યો હતો. આ કેસમાં માતાની ધરપકડ કરીને તેની સામે શસ્ત્રોના ભંગ તેમજ બાળકોના જીવ જોખમમાં મૂકવાના આરોપો મૂકવામાં આવ્યા છે.