વોશિંગ્ટનઃ શિકાગોના પરા વિસ્તારમાં બલ્ક મેલ કંપની ચલાવતા બે ભારતીય અમેરિકન સામે અમેરિકન પોસ્ટલ સર્વિસ સાથે ૧.૬૦ કરોડ ડોલરની છેતરપિંડી કર્યાનો કેસ કરવામાં આવ્યો હતો. પ્રોડોગી મેઇલિંગ સર્વિસના સંચાલકો યોગેશ પટેલ અને અરવિંદ લક્કસામીએ આઠ કરોડ ટપાલનું સત્તાવાર રીતે પેમેન્ટ ચૂકવી દીધી એવું દર્શાવવા માટે નકલી દસ્તાવેજો બનાવ્યા હતા અને ગુપ્ત રીતે તારીખનો એક સત્તાવાર સ્ટેમ્પનો પણ ઉપયોગ કર્યો હતો. આરોપનામા અનુસાર, પટેલ અને લક્કાસામીએ ત્રીજા આરોપી ડેવિડ ગારગાનો સાથે મળી પેમેન્ટ ચૂકવ્યા વગર જ લાખો ટપાલની ડિલિવરી કરી હતી. વેરિફિકેશન ફોર્મમાં તેમણે એમેરિકન પોસ્ટના એક કર્મચારીની નકલી સહી કરી હતી અને સબંધિત કારકુને આ ટપાલને મંજૂરી આપી છે તે દર્શાવવા પોસ્ટ વિભાગના એક અધિકૃત સ્ટેમ્પનો પણ ઉપયોગ કર્યો હતો.
૨૦૧૦ થી ૨૦૧૫ સુધી આ ત્રિપુટીએ અમેરિકન પોસ્ટ વિભાગને ઓછામાં ઓછા ૧.૬૦ કરોડ ડોલરનું નુકસાન કરાવ્યો હતું. ૫૮ વર્ષના ઓર્લોન્ડાના પટેલ, ફલોરિડાના ૫૭ વર્ષના લક્કાસામી અને નોર્થબ્રુકના ૫૧ વર્ષના બારિંગ્ટન, ઇનિનોઇસના બાર્લિંગટન સામે મેલ ફ્રોડનો એક કાઉન્ટનો કેસ નોંધાયો હતો. બે ઊર્જા કંપનીઓના બલ્ક મેલ માટે તેમની પાસેથી લાખો ડોલર વસુલીને તેનો ઉપયોગ અંગત કામ માટે કર્યો હતો.