વોશિંગ્ટનઃ 39 વર્ષીય ભારતીય મૂળના કન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટિવ અમનદીપ સિંઘને મે 2023માં ન્યુ યોર્કના લોન્ગ આઈલેન્ડમાં બે ટીનેજરોનો ભોગ લેનાર જીવલેણ ડ્રન્ક ડ્રાઈવિંગ અકસ્માત માટે 25 વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી છે. નશામાં ધુત અને કોકેનના અતિ સેવનથી અમનદીપ સિંઘએ 40 કિમી પ્રતિ કલાકની મર્યાદા ધરાવતા રસ્તા પર ઉલટી દિશામાં 150ની ઝડપે ગાડી ચલાવતા 14 વર્ષના ટેનિસ ખેલાડીઓ એથાન ફેલ્કોવિટ્ઝ અને ડુ હસનબીને લઈ જતી કાર સાથે ટક્કર મારી હતી. બે ટીનેજરોના મોત થયા હતા જ્યારે અન્ય બેને ઈજા થઈ હતી.
નસાઉ કાઉન્ટીમાં સજા સંભળાવવામાં આવી રહી હતી ત્યારે અકસ્માતનો ભોગ બનેલા કિશોરોના પરિવારના સભ્યોએ તેમનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
ડુના પિતા મિચ હસનબીને અમનદીપ સિંઘને દુષ્ટ કહ્યો, જ્યારે તેના દાદાએ તેને કોર્ટમાં જોરદાર શબ્દોમાં ઠપકો આપ્યો. નજીવી લાગણી વ્યક્ત કરતા અમનદીપ સિંઘએ પછીથી પોતાનો ગુનો કબૂલી લીધો અને પોતાના કૃત્યોને મૂર્ખતાપૂર્ણ અને સ્વાર્થની ચરમ સીમા તરીકે ગણાવ્યા હતા.