નવી દિલ્હીઃ વોશિંગ્ટન સ્ટેટના યાકીમ શહેરમાં આવેલા એક ગેસ સ્ટેશન નજીકનાં સ્ટોરમાં ઘૂસી જઈને બે સશસ્ત્ર બુકાનીધારીઓએ લૂંટ ચલાવી હતી. કાઉન્ટર પર બેઠેલા ૨૬ વર્ષના ભારતીય અને ક્લાર્ક વિક્રમ જયસ્વાલ પર ગોળીબાર કરીને તેને મારી નાંખ્યો હતો. વિક્રમ જયસ્વાલ મૂળ પંજાબના હોશિયારપુરનો વતની હતો. એક મહિના પહેલાં જ તે અમેરિકા ગયો હતો.
પોલીસે જણાવ્યા મુજબ શંકાસ્પદ હુમલાખોરોએ સ્ટોરમાં ઘૂસીને પહેલાં વિક્રમ પાસેથી નાણાં લૂંટી લીધા હતા અને પછીથી બેમાંથી એક હુમલાખોરે વિક્રમ પર આડેધડ ગોળીબાર કર્યો હતો. વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજે વિક્રમના મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો છે.