સીએનએન-ઓઆરસી અને એનબીસી-વોલ સ્ટ્રીટ જર્નલના સર્વેક્ષણમાં અમેરિકન પ્રમુખપદના દાવેદાર મૂળ ભારતીય બોબી જિંદાલની લોકપ્રિયતા એક ટકા કરતાં પણ ઓછી હોવાનું જણાયું છે. આ સર્વેના આધારે રાજકીય પંડિતોની ધારણા છે કે, આગામી ૨૦૧૬ની પ્રમુખપદની ચૂંટણીમાં જિંદાલની જીતની આશા અધૂરી રહેશે.