હ્યુસ્ટનઃલાસ વેગાસથી લંડનની બ્રિટિશ એરવેઝની ફ્લાઇટમાં અચાનક આગ લાગતા ૧૭૨ મુસાફરનો ચમત્કારિક બચાવ થયો હતો. આ વિમાનના એન્જિનમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી.
લાસ વેગાસમાં મેકકેરેન ઈન્ટરનેશનલ એરપોર્ટથી બ્રિટિશ એરવેઝનું ૨૫૭ સીટ બોઈંગ ૭૭૭ વિમાન લંડનના ગેટવિક એરપોર્ટ પર ઉતરવાનું હતું, જેમાં ૧૫૯ પ્રવાસીઓ અને ૧૩ ક્રૂ મેમ્બર હતા. આ વિમાન લંડન જવા રવાના થયું એ પછી બનાવ બન્યો હતો. આ વિમાન ઉડાન ભરવાનું હતું ત્યારે જ ડાબા એન્જિનમાં આગની જ્વાળાઓ દેખાઇ હતી અને કાળા ધુમાડાના ગોટેગોટા દેખાયા હતા. જોકે, એરપોર્ટ પર હાજર ફાયર ફાઈટરોએ આગને તરત જ કાબૂમાં લીધી હતી.