નવી દિલ્હીઃ યુએસ નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટર તુલસી ગબાર્ડે સોમવારે કહ્યું કે ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણના ઉપદેશો પડકારજનક સમયમાં અને સફળતાના સમયમાં એમ બંને પ્રકારે તેના માટે શક્તિ અને માર્ગદર્શનનો સ્રોત રહ્યા છે. એક ઇન્ટરવ્યૂમાં ગબાર્ડે કહ્યું કે ભલે દુનિયાના અલગ-અલગ ભાગોમાં યુદ્ધક્ષેત્રોમાં સેવા કરવી હોય કે વર્તમાનમાં અમારી સામે આવનારા પડકારો હોય. હું મારા સૌથી સારા અને સૌથી ખરાબ સમયમાં ભગવદ્ ગીતામાં કૃષ્ણ દ્વારા અર્જુનને અપાયેલા ઉપદેશોને યાદ કરી લઉં છું. તુલસી ગબાર્ડ અમેરિકી સદન માટે ચૂંટાયેલાં પહેલી હિન્દુ અમેરિકન છે અને તેણીએ ગીતા પર હાથ રાખીને શપથ લીધા હતા. ઉલ્લેખનીય છે કે તુલસી ગબાર્ડ અને માતા-પિતા સહિતનો પરિવાર ઇસ્કોન સંપ્રદાયનો અનુયાયી છે.