વોશિંગ્ટનઃ અમેરિકાના વિદેશ વિભાગના એક સિનિયર અધિકારીએ ૨૭મીએ નિવેદન આપ્યું છે કે, ભારત અને પાક. વચ્ચે કાશ્મીર મુદ્દે જે તણાવ છે તેના નિકાલ માટે મંત્રણાઓ જ કારગત ઉપાય છે. બંને દેશની સરકાર વાતચીતની પ્રક્રિયા આગળ ધપાવે તે જરૂરી છે. કાશ્મીર સમસ્યા વાતચીત દ્વારા ઉકેલવા અમેરિકાએ ભારત અને પાકિસ્તાનને અનુરોધ કર્યો હતો. બંને દેશો વચ્ચે વાતચીતની પ્રક્રિયા ચાલુ રાખવાની અમેરિકાએ તરફેણ કરી હતી. યુએસ અધિકારીએ કહ્યું કે, બંને દેશોએ નિવેદનબાજી કરવાનું છોડવું જોઈએ.