નવી દિલ્હી: ભારત સરકારનાં નાણામંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું છે કે, ભારત અને અમેરિકા ભારે ઉત્સાહ સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવશે. અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેન સાથે 11 નવેમ્બરે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતાં બંને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવાની કટિબદ્વતા દર્શાવી હતી.
ભારત-અમેરિકાની નવમી ફાઇનાન્શિયલ પાર્ટનરશીપ સમિટમાં સીતારામને જણાવ્યું હતું. કે, ‘દ્વિપક્ષીય વાટાઘાટા અમેરિકા સાથેના જૂના સંબંધોની ઉત્સાહ સાથે આગળ વધારશે.’ સીતારામને જણાવ્યું હતું કે, ‘અમે એક ભરોસાપાત્ર સાથી તરીકે અમેરિકા સાથેના સંબંધોને ઘણું મહત્વ આપી છીએ. આર્થિક અને ફાઇન્શિયલ પાર્ટનરશિપ ફોરમ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સહકાર દ્વિપક્ષીય સંબંધોમાં મહત્વનું પાસું છે.’
સીતારામને જણાવ્યું હતું, ‘અમારી બેઠક આર્થિક સંબંધોમાં નવું જોમ લાવશે. વિવિધ બિઝનેસ વચ્ચેના જોડાણને મજબૂત બનાવશે અને વૈશ્વિક આર્થિક પત્રકારોને પહોંચી વળવા સંયુક્ત પોલિસી વળવા સંયુક્ત પોલિસી નિર્ધારિત કરશે.’ અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી યેલેને જણાવ્યું હતું કે ‘ભારત-અમેરિકાના સહકારની માત્ર આર્થિક વૃદ્વિ અને સ્થિરતાને પ્રોત્સાહન નહીં અપાય, તે ભારત-પેસિફિક વિસ્તારમાં આર્થિક સમૃદ્વિ વધારવામાં પણ મહત્વૂર્ણ પુરવાર થશે. ભારત આગામી કેટલાક સપ્તાહમાં G20ની અધ્યક્ષતા સંભાળવાનું છે. ત્યારે અમે સમાન પ્રાથમિકતાઓ અંગે ચર્ચા કરવા પણ ઉત્સુક છીએ.’