નવી દિલ્હીઃ ભારતે અમેરિકા પાસેથી બે સી-૧૭ ગ્લોબમાસ્ટર વિમાનો ખરીદવાનું નક્કી કર્યું છે. લશ્કરી સરંજામ અને સૈનિકોની હેરફેર માટે આ વિમાનો આખા જગતમાં પ્રખ્યાત છે. હાલ ભારત પાસે ૯ વિમાન છે. વધુ બે આવશે એટલે ભારતનું સંખ્યાબળ ૧૧ થઈ જશે. આ વિમાનનું ઉત્પાદન અમેરિકી કંપની બોઈંગે બંધ કરી દીધું છે. એ પછી કંપની પાસે છેલ્લા બે વિમાન બાકી હતા. એ ખરીદવા માટે આમ તો ઘણા દાવેદારો હતા, પરંતુ ભારતના અમેરિકા સાથેના સારા સબંધોના કારણે આ બે વિમાન ભારતને મળશે.