વોશિંગ્ટન: તાજેતરમાં અમેરિકાનાં પ્રવાસે ગયેલા કોંગ્રેસનાં ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાષણોમાં કહ્યું હતું કે ભારતમાં અસહિષ્ણુતા અને બેકારી બે મુખ્ય સમસ્યાઓ છે. આવા જટિલ પ્રશ્નોને કારણે દેશની રાષ્ટ્રીય સુરક્ષા અને વિકાસ સામે ગંભીર પ્રશ્નો સર્જાયા છે. રાહુલ ગાંધીએ તેમનાં યુએસ પ્રવાસમાં ડેમોક્રેટિક પાર્ટી તરફ ઝોક રાખનાર થિંક ટેન્ક સેન્ટર ફોર અમેરિકન પ્રોગ્રેસ દ્વારા આયોજિત ભારતીય અને દક્ષિણ એશિયાઈ નિષ્ણાતોની બેઠકમાં ભાગ લીધો હતો. જેમાં થિન્ક ટેન્ક સેન્ટરનાં પ્રમુખ નીરા ટંડન, ભારતમાં અમેરિકાનાં પૂર્વ રાજદૂત રિચર્ડ વર્મા, હિલેરી ક્લિન્ટનનાં મુખ્ય પ્રચાર સલાહકાર જોન પોડેસ્ટા જેવા મહાનુભાવો હાજર હતા. બેઠકમાં ટ્રમ્પે તાજેતરમાં જાહેર કરેલી અફઘાન નીતિ અંગે રાહુલે તેમનાં અભિપ્રાયો દર્શાવ્યા હતા.