વોશિંગ્ટનઃ નીચલી કોર્ટમાં કાયદાકીય જંગ હારી જનારો મુંબઈ બોમ્બ વિસ્ફોટ કાંડનો આરોપી પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક તહવ્વુર રાણાએ હવે ભારતમાં પ્રત્યર્પણ સામે અમેરિકાની સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. ભારતે 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના કેસમાં સંડોવણી બદલ રાણાના પ્રત્યાર્પણની માંગ કરી છે. રાણા છેલ્લે નીચલી કોર્ટો અને કેટલીય ફેડરલ કોર્ટોમાં કાયદાકીય જંગ હારી ગયા પછી સાન ફ્રાન્સિસ્કોની નોર્થ સર્કિટ ઓફ અપીલ્સમાં પહોંચ્યો હતો. 23 સપ્ટેમ્બરે સર્કિટ કોર્ટે રાણાની પીટિશનને ફગાવી દીધી હતી. લાંબા કાયદાકીય સંઘર્ષમાં રાણા પાસે આ અંતિમ કાયદાકીય તક છે જેના હેઠળ તે ભારતમાં તેનું પ્રત્યર્પણ અટકાવી શકે તેમ છે. તેમાં મુંબઈ પર2008ના થયેલા હુમલામાં પોતે નિર્દોષ હોવાનું રટણ કર્યે રાખ્યું હતું.