કોલંબિયાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાત જૂનના રોજ અમેરિકાના પ્રવાસે જઇ રહ્યા છે અને કેન્દ્ર સરકાર દેશમાં વધુમાં વધુ એફડીઆઇ રોકાણ ઇચ્છી રહી છે તેવામાં રિપબ્લિકન પાર્ટીના ઊગતા સિતારા અને સાઉથ કેરોલિનાના ગવર્નર નિક્કી હાલેએ ૨૭મી મેએ જણાવ્યું હતું કે ભારતમાં કોઇ વિદેશી કંપની ત્યારે જ બિઝનેસ કરી શકે કે જ્યારે શક્તિશાળી સરકારી સિસ્ટમ્સ પાસેથી મંજૂરી અપાવી શકે તેવું ભારતમાં કોઇ ઓળખીતું હોય. નિક્કી હાલેએ જણાવ્યું કે આ કારણે અમેરિકી કંપનીઓ ભારતમાં રોકાણ કરવા ઉત્સાહ બતાવતી નથી. નિક્કીનું આ નિવેદન સાંભળીને તો એમ જ લાગે કે મોદીએ મેક ઇન ઇન્ડિયાનું સૂત્ર આપ્યું હોવા છતાં વિદેશી કંપનીઓ ભારતમાં આવીને બિઝનેસ કરતાં ડરે છે.