હ્યુસ્ટન: અમેરિકામાં ભારતીય મૂળના 53 વર્ષીય ન્યૂરોસર્જનને મેડિકેર ફ્રોડ કરવા બદલ 20 લાખ ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેણે ઈલેક્ટ્રો એક્યુપંચર ડિવાઈસીસને ઈમ્પ્લાન્ટ કરવાની સર્જરીના નામે ખોટા ક્લેમ કર્યા હતા.
યુએસ એટર્ની અલમદાર એસ. હમદાણીના જણાવ્યા અનુસાર, હ્યુસ્ટનના ડો. રાજેશ બિંદાલને મેડિકેર એન્ડ ફેડરલ એમ્પ્લોયી હેલ્થ બેનિફિટ પ્રોગ્રામમાં છેતરપિંડી કરવાના આરોપ બદલ 20.95 લાખ ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે. ફેડરલ ઇન્વેસ્ટિગેટર્સ મુજબ રાજેશ બિંદાલ ઓપરેટિંગ રૂમમાં જરૂર પડતી હોય તેવી કાર્યપ્રણાલિના ખોટા બિલ મૂક્યા હતા. તેણે સર્જરી જ કરી ન હોય તેના બિલ મૂક્યા હતા. તેના બદલે આ ડિવાઇસ દર્દીના કાનની પાછળ ટેપ લગાવી ચોંટાડી દેવાયા હતા, જે ગણતરીના દિવસોમાં પડી જતા હતા.