વોશિંગ્ટન: ભારતવંશી અમેરિકી મહિલા શ્રુતિ પલાનીઅપ્પન હાર્વર્ડ યુનિવર્સિટી અંડરગ્રેજ્યુએટ કાઉન્સિલનાં અધ્યક્ષપદે ચૂંટાયા છે. તેમનાં સાથી જુલિયા હુએસા (૨૦) ઉપાધ્યક્ષ બન્યાં છે. રિપોર્ટસ મુજબ પલાનીઅપ્પન અને હુએસાને કુલ ૪૧.૫ ટકા વોટ મળ્યા હતા, જ્યારે તેમના નજીકના હરીફ નાદિન એમ. ખોરી અને અર્નવ અગ્રવાલને ૨૬.૬ ટકા વોટ મળ્યા. શ્રુતિ જુલાઈ ૨૦૧૬માં ફિલાડેલ્ફિયામાં થયેલા ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શનમાં સૌથી યુવા પ્રતિનિધિ હતાં. હાલમાં તેઓ કાઉન્સિલની એજ્યુકેશન કમિટિમાં છે. ૨૦ વર્ષનાં શ્રુતિના પરિવારજનો ૧૯૯૨માં તમિલનાડુના ચેન્નાઈથી અમેરિકા આવી વસ્યાં હતાં. અંડરગ્રેજ્યુએટ કાઉન્સિલમાં ચૂંટાયા પછી શ્રુતિએ કહ્યું કે તે બન્ને પદ સંભાઓળ્યા પછી સૌથી પહેલા વિદ્યાર્થી એકમ અને કાઉન્સિલ વચ્ચે સંકલન સુધારવાના કામ પર ફોકસ બનાવી રહ્યાં છે.