વોશિંગ્ટનઃ ભારતવિરોધી અમેરિકી પ્રોપેગેન્ડાની પોલ ખૂલી છે. એક અહેવાલ અનુસાર, ધાર્મિક સ્વતંત્રતા પર રિપોર્ટ તૈયાર કરનાર આયોગમાં એક પણ હિંદુ પ્રતિનિધિ જ નથી. અમેરિકામાં રહેતા ભારતીય સમુદાયે યુએસ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રિડમે (યુએસસીઆઇઆર-એફ) પર ભારત અને હિંદુઓના વિરોધમાં પક્ષપાતી રિપોર્ટ તૈયાર કર્યાનો આરોપ લગાવ્યો છે. પ્રવાસી ભારતીયોના સંગઠન ફાઉન્ડેશન ફોર ઇન્ડિયા એન્ડ ઇન્ડિયન ડાયસ્પોરા સ્ટડીઝ (એફઆઇઆઇડીએસ)એ કહ્યું કે અમેરિકાના ધાર્મિક સ્વતંત્રતા આયોગમાં દુનિયાના ત્રીજા સૌથી મોટા ધર્મનો એક પણ પ્રતિનિધિ નથી, પણ તે હિંદુઓ પર રિપોર્ટ તૈયાર કરે છે. સંગઠને અમેરિકા ધાર્મિક સ્વતંત્રતા આયોગના રિપોર્ટમાં વિવિધતા અને સંતુલનની ખામી દર્શાવી છે.