ભારતીય અજિત જૈન વોરન બફેટના ઉત્તરાધિકારી બની શકે!

Wednesday 08th May 2019 07:45 EDT
 
 

વોશિંગ્ટનઃ દુનિયાના ત્રીજા ધનકુબેર વોરેન બફેટના ઉત્તધિકારી ભારતીય અમેરિકન અજિત જૈન બની શકે છે. વોરેન બફેટ બર્કશિરે હેથવેના માલિક છે. બફેટે પાંચમીએ આ વાતનો સંકેત આપ્યો હતો. જો અજિતને બર્કશાયર હેથવેની કમાન મળી તો ચોથી જાણીતી અમેરિકી કંપનીના ભારતીય ચીફ હશે. માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા, ગૂગલના સુંદર પિચાઈ અને એડોબના શાંતનું નારાયણ ભારતીય છે. ઉત્તરાધિકારના સવાલ પર બફેટે સીધો તો કોઈ જવાબ આપ્યો નથી, પરંતુ કહ્યું કે ગ્રેગરી એબલ અને અજિત જૈન ભવિષ્યમાં શેર ધારકોના સવાલનો જવાબ આપવા માટે તેની સાથે મંચ પર રહેશે. ગત વર્ષે આ બંનેને પ્રમોટ કરીને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં સમાલ કરવામાં આવ્યા હતા. બફેટે એવું જણાવ્યું કે ગ્રેગરી અને એજિત બે ઉચ્ચ હોદ્દે જ હોઈ શકે. છેલ્લા કેટલાય વર્ષોથી બફેટ અને તેમના બિઝનેસ પાર્ટનર ચાર્લી મુગેર એજીએમમાં સેર દારકોના સવાલોનો જવાબો દેતા આવ્યા છે. આ વખતે અજિત જૈને જવાબો આપ્યા હતા. અજિત જૈન ૧૯૮૬માં બર્કશાયરના વીમી ડિવિઝનમાં જોડાયા હતા. એબલ ૧૯૯૨માં બર્કશાયરના એનર્જી ડિવિઝિન સાથે જોડાયા હતા. આ બંનેમાંથી કોઈ એક અથવા તો બંને બફેટમાં ઉત્તરાધિકારી બની શકે છે.
અજિત જૈન આઈઆઈટી પાસ આઉટ
ઓડિશામાં જન્મેલા અજિત જૈન આઇઆઈટી ખડગપુરમાંથી ભણેલા છે. તેમણે મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી લીધી છે. ૧૯૭૮માં તેઓ અમેરિકા ચાલ્યા ગયા હતા. તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી એમબીએ કરેલું છે. તેમણે મેકેજી એન્ડ કંપનીમાં નોકરી કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter