ન્યૂ જર્સી: વર્ષ ૨૦૧૬ની સાલમાં પોતાની પત્ની સીમા સિંહની નિર્દયતાથી હત્યાના કરવાના આરોપસર પકડાયેલા ન્યૂ જર્સીના ઈન્ડિયન અમેરિકન શોપ કીપર નીતિન સિંઘને સાલેમ કાઉન્ટી સુપિરીયર કોર્ટે ૨૪મી ઓગસ્ટે ૨૦ વર્ષની કેદની સજા ફરમાવી છે. નીતિન આ કેસમાં ૧૭ વર્ષ પછી પેરોલ મેળવી શકશે. વર્ષ ૨૦૧૬માં નીતિન સિંઘની ૩૯ વર્ષીય પત્ની સીમાના હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. નીતિનને શંકા હતી કે સીમાને અન્ય પુરુષ સાથે અફેર હતો. સીમા નીતિનની શોપમાં ભાગીદાર હતી. નીતિને કોર્ટમાં જણાવ્યું કે સીમા પોતાની તમામ મિલકત તથા બાળકો સહિત પરપુરુષ સાથે રહેવા જવા ઇચ્છતી હતી. આ બાબતે ૧૯મી જુલાઈ ૨૦૧૬ના રોજ નીતિન અને સીમા વચ્ચે ઝઘડો થતાં નીતિને સીમા પર હુમલો કર્યો હતો.