ન્યૂ યોર્કઃ સાન ડીએગોના મેયરની ચૂંટણીમાં છ લાખ ડોલરનો ગેરકાયદે વિદેશી પ્રચાર ભંડોળ લાવવા બદલ રાજકીય સલાહકાર રવનીત સિંહને પંદર મહિનાની જેલ અને દસ હજાર ડોલરનો દંડ થયો છે. ઇલેકશનમોલ ટેક્નોલોજીના પૂર્વ સીઇઓ અને ઇલિનોઇસના રહેવાસી રવનીતને સજા કાપવા માટે પહેલી ઓક્ટોબરે જેલમાં હાજરી આપવા યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ મીશિલ એનેલોએ ઓર્ડર કર્યો હતો.
વર્ષ ૨૦૧૨માં સાન ડિએગોની મેયરની ચૂંટણીમાં મેક્સિકન નાગરિક જોઝ સુસુમો અઝાનો માતસુરા પાસેથી ગેરકાયદે રીતે વિદેશી ભંડોળ લાવવા માટે ૪૫ વર્ષના સિંહને આ સજા મળી હતી. છ સપ્તાહ સુધી ચાલેલી ટ્રાયલ પછી સપ્ટેમ્બર, ૨૦૧૬માં સાન ડીઓગેની ફેડરલ જ્યુરીએ સિંહ સામે દોષ હોવાનો ચુકાદો આપ્યો હતો. સિંહની સાથે અઝાનો, અઝાનોનો પુત્ર એડવર્ડ સુસુમોને પણ આ જ ગુનામાં સજા આપવામાં આવી હતી.