વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય અમેરિકન પોલીસકર્મી રોનિલ રોન સિંહને રાષ્ટ્રીય હીરો ગણાવ્યા છે. સિંહની ગત મહિને કેલિફોર્નિયામાં મેક્સિકોના શરણાર્થીઓએ ગોળી મારીને હત્યા કરી હતી. ટ્રમ્પે કહ્યું કે ક્રિસમસના એક દિવસ પછી અમેરિકાનું હૃદય ભાંગી પડ્યું. કેલિફોર્નિયામાં એક યુવાન પોલીસ અધિકારીની એક ગેરકાયદે વિદેશીએ બર્બરતાપૂર્વક હત્યા કરી નાંખી હતી. એ હત્યારો સરહદ વટાવીને આવ્યો હતો. એક અમેરિકી હીરો રોનિલ સિંહનો જીવ એવી વ્યક્તિએ લીધો જેને આપણા દેશમાં હોવાનો અધિકાર જ નહોતો.