હૈદરાબાદઃ ભારતના ઉત્તર પ્રદેશનો ૨૨ વર્ષીય આઈટી પ્રોફેશનલ શુભમ ગોયલ કેલિફોર્નિયાના ગવર્નર પદની ચૂંટણીની રેસમાં છે. તેણે પોતાનો ચૂંટણી પ્રચાર પણ જોરદાર રીતે શરૂ કર્યો છે અને સેંકડો લોકોનું ધ્યાન તે ખેંચી રહ્યો છે.
શુભમ શેરીઓમાં પોતાના મેગાફોન સાથે લોકોની ભીડને સંબોધે છે અને આસપાસથી પસાર થતા લોકો સાથે વાતચીત કરતો રહે છે. શુભમ પોતાના પ્રચારમાં ડેમોક્રેટ ગવર્નર જેરી બ્રાઉન કરતા પોતે કેટલો યોગ્ય છે એ જણાવી રહ્યો છે. શુભમ વર્ચ્યુઅલ રિયાલિટી ટેકનોલોજી પર કામ કરી રહ્યો છે અને તેનો જ ઉપયોગ કરીને તે લોકો સાથે સંપર્કમાં પણ રહે છે. તે કહે છે, ‘મને લાગે છે કે વર્ચ્યુઅલ રિયાલિટી ટેકનોલોજી દુનિયાને બદલી નાખશે અને કેલિફોર્નિયામાં શિક્ષણના મુદ્દાઓનો ઉકેલ પણ લાવશે.' શુભમે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં ઈકોનોમિક્સ અને સિનેમાનો અભ્યાસ કર્યો છે.