અમેરિકાના એગ્રીકલ્ચર એન્ડ બિઝનેસ ઇન્ડસ્ટ્રીઝ વિભાગના પ્રતિનિધિઓ અને ભારતના અમેરિકા ખાતેના એમ્બેસેડર તરનજિતસિંહ સંધુ વચ્ચે બેઠક યોજાઇ તો મેંગો લસ્સી અને આમ પન્ના પીરસીને બે વર્ષથી વધુ સમય બાદ ભારતીય કેરીની નિકાસ અમેરિકામાં ચાલુ થઈ તેની ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લા અઢી વર્ષથી અમેરિકાના ફીટોસેનિટરી ઇન્સ્પેકટરો ભારતના આંબાવાડિયાની મુલાકાત લઈ શક્યા ન હોવાથી ભારત અમેરિકામાં કેરીની નિકાસ કરતું નહોતું.