ભારતીય વિદ્યાર્થીની શોધઃ ઊડતો રોબોટ

Friday 25th May 2018 06:58 EDT
 
 

નાંદેડઃ મહારાષ્ટ્રમાં આવેલા નાંદેડના રહેવાસી અને અમેરિકામાં અભ્યાસ કરતા સ્ટુડન્ટ યોગેશ ચુકેવાડે ઊડતો રોબોટ બનાવ્યો છે. યોગેશે આઇઆઇટી-મુંબઇમાંથી બી.ટેક્.ની ડિગ્રી લીધી પછી અમેરિકામાં પીએચ.ડી. થિસિસ તૈયાર કરી રહ્યો છે. યોગેશ અમેરિકાની યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનમાં આ વિષય પર રિસર્ચ કરી રહ્યો છે. રિસર્ચમાં તેણે ફ્લાઇંગ રોબોટ બનાવ્યો છે. યોગેશનો દાવો છે કે આ દુનિયાનો પહેલો ઊડતો રોબોટ છે. યોગેશ જણાવે છે કે મેં બનાવેલો ફ્લાઇંગ રોબોટ કદમાં એક કીડા જેવેડો છે. તેની મદદથી નાના-મોટા ઘણા કામોમાં સરળતા રહેશે. જેમ કે ખેતરોમાં પાક પર નજર રાખવી, ઘરમાં ગેસ લીકેજ શોધવું વગેરે વગેરે. ફ્લાઇંગ રોબોટનો આકાર ટૂથપેસ્ટથી થોડો મોટો છે. કેટલાક હજાર રૂપિયામાં જ તે તૈયાર થયો છે. રોબોટમાં એક નાની સર્કિટ લાગેલી છે, જે તેને ઊડવા માટેની ઊર્જા આપે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter