ભારતીય વિવેક લાલ અમેરિકન એવિએશન સમિતિમાં સલાહકાર

Thursday 05th July 2018 02:01 EDT
 
 

વોશિંગ્ટનઃ ભારતીય અમેરિકન વિવેક લાલની પસંદગી કેન્દ્રિય એવિએશન એડવાઈઝરી કમિટીમાં નિમણૂક થઈ છે. આ સમિતિ, ટ્રમ્પ પ્રશાસનને હવાઈ પરિવહન, ખાસ કરીને અવકાશી કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપશે. ૪૯ વર્ષીય વિવેક લાલ લોકહીડ માર્ટિનમાં ઉપપ્રમુખ છે. જે સંરક્ષણ સંબંધી ટેકનોલોજી અંગેના વિચારો રજૂ કરે છે. આગામી સમયની સલાહકાર સમિતિ અંગે પણ સૂચનો કરશે. હવે નવી નિમણૂક અનુસાર લાલનો આ સમિતિમાં સમાવેશ કરાયો છે તેથી આગામી પેઢીની ઊડ્ડયન ટેકનોલોજીમાં કઈ બાબતોને પ્રાથમિકતા આપવી તે અંગે લાલ કાર્ય કરશે.

ટેકનોલોજીને ક્યારે ગોઠવવી તેનો સમય નક્કી કરવો તેને કઈ બાબતે યુવાનોને સજ્જ કરવા તે નિર્ણય લેશે. વર્તમાન ટેકનોલોજી જેવી કે ડેટા કોમ, નેશનલ એરસ્પેસ સિસ્ટમ પર્ફોમન્સ મેટ્રિક્સ અને એર સ્પેસ ડિઝાઈન અંગેના વિકલ્પો તેઓ સૂચવશે. વિવેક લાલ વૈશ્વિક સ્તરે ગણમાન્ય અવકાશ વિજ્ઞાની મનાય છે. તેમની ટ્રમ્પ પ્રશાસનને માર્ગદર્શન આપનારી સમિતિમાં બે વર્ષ માટે નિમણૂક કરાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter