વોશિંગ્ટનઃ ભારત સરકાર દ્વારા રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની મોટી નોટો રદ્દ કરવા માટે લેવાયેલા નિર્ણયને તાજેતરમાં અમેરિકાએ ટેકો આપ્યો છે. ભ્રષ્ટાચાર તથા બ્લેક મનીને ડામવા માટે આ પગલું જરૂરી હતું તેમ અમેરિકાના વિદેશ વિભાગના નાયબ પ્રવક્તા માર્ક ટોનરે જણાવ્યું હતું છે. જે અમેરિકન નાગરિકો ભારતમાં રહે છે અને કામકાજ કરે છે તેમને જૂની નોટો બદલવા કે નવી નોટો મેળવવા માટે યોગ્ય માહિતી મળી હશે તેવું અમારું માનવું છે. આ કાર્ય માટે એડજસ્ટ થવાનું તકલીફભર્યું છે, પણ તેને સ્વીકારવું જરૂરી છે.
ભ્રષ્ટાચાર અને કરચોરી દ્વારા જે ગેરકાયદે રોકડ એકઠી કરવામાં આવી છે તેને બહાર કાઢવામાટે રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની નોટો રદ્દ કરવી જરૂરી હતી. આ નિર્ણય લાખ્ખો ભારતીય માટે તેમજ ભારતમાં વસતાં અમેરિકન માટે તકલીફ સર્જનારો છે પણ આવકાર્ય છે.