વોશિંગ્ટનઃ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું કે ભારત તેમને ખુશ રાખવા માટે અમેરિકા સાથે વેપાર સમજૂતી કરાર કરવા માગે છે. ટ્રમ્પે થોડા જ દિવસમાં ભારત પર બીજી વખત અમેરિકન ઉત્પાદનો પર લગાવાતા ટેક્સ અંગે હુમલો કર્યો છે. ટ્રમ્પે ભારતને ‘ટેરિફ કિંગ’ની ઉપાધિ આપી અને કહ્યું કે ભારત અમેરિકન ઉત્પાદનો પર વધુ ટેક્સ લગાવે છે. તેમણે કહ્યું કે જ્યારે તેમણે એટલી જ ડ્યૂટી ભારતના ઉત્પાદનો પર લગાવવાની વાત કહી હતી ત્યારે ભારતે કહ્યું કે તે અમેરિકા સાથે વેપાર સમજૂતી કરવા માગે છે. ટ્રમ્પે મીડિયાને કહ્યું કે જ્યારે અમેરિકી અધિકારીઓએ ભારતને પૂછયું કે શા માટે અમેરિકા સાથે વેપારસમજૂતી કરવા માગે છે તો તેમણે કહ્યું કે તેઓ પ્રમુખ ટ્રમ્પને ખુશ કરવા માગે છે.