વોશિંગ્ટન: ભારતીય મૂળનાં સુનીતા વિલિયમ્સે કહ્યું કે તેને ધરતી પર સમયસર પરત ન ફરવાનો કોઇ અફસોસ નથી. તેને અંતરિક્ષમાં રહેવું પસંદ છે. સાથે સાથે જ તેમણે કહ્યું હતું કે અમેરિકન રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં પોતે અને સાથી અવકાશયાત્રી બુચ વિલ્મોર સ્પેસ સ્ટેશનમાંથી જ મતદાન કરશે. સુનીતાએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી પોતાની પહેલી પ્રેસ કોન્ફરન્સને સંબોધતાં કહ્યું કે, તે સમયસર પરત ફરી ન શકવાથી જરાય નિરાશ નથી. સ્પેસ ટ્રેનિંગમાં અમને અણધારી ઘટનાઓ માટે તૈયાર રહેવા માટેનું શીખવાય છે. સુનીતા વિલિયમ્સ 5 જૂનના રોજ સાથી યાત્રી બુચ વિલમોરની સાથે સ્ટાઈરલાઈનર સ્પેસ ક્રાફ્ટથી અંતરિક્ષમાં પહોંચી હતી. નિર્ધારિત કાર્યક્રમ અનુસાર બંને અવકાશયાત્રીઓને 8 દિવસ બાદ ધરતી પર પરત ફરવાનું હતું, પરંતુ કેપ્સૂલના થ્રસ્ટર્સ અને હીલિયમ લીકને કારણે તેમાં વિલંબ થયો છે. વિલિયમ્સ અને વિલમોર આગામી વર્ષે ફેબ્રુઆરી સુધી ધરતી પર પરત ફરી શકે છે. નાસાએ સંભાવના વ્યક્ત સ્પેસ કરી છે કે સ્પેસએક્સનું કૂ ડ્રેગન ક્રાફ્ટ આ અવકાશયાત્રીઓને પરત લઈને આવશે. અંતરિક્ષમાં સુનીતા વિલિયમ્સ ક્રૂની સાથે માઇક્રોગ્રેવિટી અને રેડિએશન પર રિસર્ચ કરશે.