હોલિવૂડઃ એક મહિલા પર જાતીય હુમલો કરીને શારીરિક સંબંધ બાંધવા બદલ હોલિવૂડના દિગ્ગજ અભિનેતા બિલ કોસ્બીને ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારાઈ છે. આ ગુના બદલ કોસ્બીની સજા વધુ દસ વર્ષ લંબાવાઈ શકે તેવી પણ શક્યતા છે. કોસ્બીને ગોલ્ડન ગ્લોબ, એમી, ગ્રેમી અને પ્રેસિડેન્શિયલ મેડલ જેવા અનેક સન્માન મળી ચૂક્યા છે. એટલું જ નહીં, વિશ્વના અનેક દેશોની યુનિવર્સિટીઓમાંથી તેમને ૭૦થી વધુ માનદ્ ડિગ્રી પણ મળી ચૂકી છે. જોકે, કોસ્બી પર લાગેલા આરોપો પછી અનેક યુનિવર્સિટીઓએ આ ડિગ્રી રદ્દબાતલ જાહેર કરી હતી.